‘એ.કે.હંગલ’ અને ‘ઝોંગ-ક્વિંગ-હો’ પૈસાનું મહત્વ સમજાવતા બે સિનીયર સિટીઝન્સ !

“ઇતના સન્નાટા ક્યે હે ભાઈ…!” ફેઈમ, શોલે ફિલ્મના અબ્બુ, અવતાર ક્રિષ્ન હંગલ ઉર્ફે એ.કે. હંગલ. અત્યારના પાકિસ્તાનમાં આવેલા અને આઝાદી પૂર્વેના ભારતના સીઆલકોટમાં જન્મેલા એ.કે.હંગલ, પોતાની જુવાનીના સમયમાં આઝાદીની લડાઈ માટે લડેલા અને ત્યારબાદ પચાસ વર્ષની ઉમરે પોતાની પ્રથમ ફિલ્મ ‘તીસરી કસમ’ થી બોલીવૂડમાં પ્રવેશ કરેલ. તેમણે લગભગ ૨૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કરેલ અને ૨૦૦૬ ની સાલમાં ભારત સરકારે તેમને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરેલ.

કામ કરવા માટે ઉમરને ક્યારેય બાધ ન ગણતા હંગલ સાહેબે ૯૬ વર્ષની ઉમરએ પણ ફેશનશોમાં ડીઝાઈનર રીયાઝ ગનજી સાથે વ્હિલ્ચેઇરમાં ‘વોલ્ક’ કરેલ. ‘કૃષ્ણ ઔર કંશ’ નામની કાર્ટુન એનીમેશન ફિલ્મમાં પોતાનો અવાજ પણ આપેલ.

પરંતુ અહી આશ્ચર્યની વાત એ છે કે આટલા પ્રસિદ્ધ હંગલ સાહેબ કે જેણે પચાસ વર્ષ સુધી બોલીવુડમાં કામ કર્યું હતું તેઓ ૨૦૦૭ ની સાલથી એકદમ ખરાબ પરિસ્થિતિમાં જીવતા હતા. પોતાના ૭૫ વર્ષના પુત્ર વિજય કે જેઓ ફિલ્મઇન્ડસ્ટ્રીમાં ફોટોગ્રાફર છે તે પણ પોતાના કમર ના પ્રોબ્લેમ ને લીધે કામમાં થી નિવૃત છે. હંગલ સાહેબ અને તેમના પુત્ર વિજય બનેના પતનની અવસાન પામેલા હોય બને એકલા રહેતા હતા અને અત્યંત ખરાબ નાણાકીય પરિસ્થિતિ અને શારીરિક તકલીફનો સામનો કરી રહ્યા હતા. ઓગસ્ટ ૨૦૧૨ માં અવસાન પામેલા હંગલ સાહેબ અનેક રોગો થી પીડાતા હતા અને તેમની પાસે દવાખાના નાં ખર્ચા માટેના પૈસા પણ ન હતા!
હંગલ સાહેબ ને તેની આર્થીક પરિસ્થિતિમાં તેમની સારવારમાં મદદ કરવા માટે મહારષ્ટ્રનાં મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ એ પચાસ હાજર રૂપિયાની મદદ કરી હતી. જયા ભાદુરી (જયા બચ્ચન) ને પણ જ્યારે આ પરિસ્થિતિ ની જાણ થઇ ત્યારે તેઓ પણ મદદ માં આવી ગયા હતા.  આ ઉપરાંત મિથુન ચક્રવતી, સલમાનખાન, અમિતાભ બચ્ચન, રમેશ સિપ્પી સહીત અનેક ફિલ્મી હસ્તીઓ મદદે આવી હતી.

અહી એ.કે. હંગલની જીંદગીમાં એમના પુત્ર પણ સહેજ હતા એટલે દીકરો વૃદ્ધ માં-બાપ ની સાથે નોતો કે એવી કોઈ બાબત નથી, સમજે પણ મદદ નથી કરી એવું પણ નથી, તો પછી અહી પરિસ્થિતિ માટે કઈ વસ્તુ જવાબદાર હતી ? પૈસા, રૂપિયા !  ફરી એક વખત હંગલ સાહેબના છેલા દિવસો ની પરિસ્થિતિ અને તેમના અવસાને એ વસ્તુ સમાજ સમે લાવી કે, વ્યક્તિ જો પોતાના સારા સમયમાં પૈસાની બચત, પૈસાનું આયોજન ન કરે તો એના ખરાબ દિવસો માં કપરી પરીસ્થીતી ભોગવવા નો સમય પણ આવી શકે!

એ.કે. હંગલ ના અવસાનના સમાચાર જયારે અખબારોમાં આવતા થયા તેજ સમયગાળા દરમિયાન એક બીજા સીનીઅર સીટીઝન ચીન ના અખબારોમાં ચર્ચામાં આવ્યા એ છે ‘ઝોંગ ક્વિંગ હો’. ચીનમાં ‘વહાહા’ નામનું કોલડ્રીન્કસ બનવાતી કમ્પની ના માલિક – ઝોંગ. ચીનના પ્રથમ નંબરના સૌથી વધુ પૈસાદાર અને વિશ્વના ૨૩મા નંબરના પૈસાદાર વ્યક્તિ તરીકે જાહેર થયા. ૬૫ વર્ષની ઉમર ના ઝોંગ પાસે ૨૧.૬ બિલિયન એટલેકે ૨૧.૬ અબજ (૧ અબજ = ૧૦૦ કરોડ) ની સંપતી છે અને તેમનો આખા દિવસનો ખર્ચ માત્ર ૨૦ ડોલર એટલેકે એક હજાર રૂપિયા છે !

સ્કુલની સ્ટેશનરીની દુકાનના વેપારીમાંથી એક કોલડ્રીન્કસ બનાવતી કંપનીના માલિક બન્યા છે. તેમના કર્મચારિયો ના કહેવા મુજબ તેઓ ઓફીસમાં થતા નાના માં નાના ખર્ચો નો હિસાબ માંગતા, એક ઝાડું લીધું હોય તો તેનો પણ હિસાબ માંગતા!

ભલે આપણે કદાચ ઝોંગની જેમ એક એક વસ્તુ નો હિસાબ રાખતા ના થઇ એ પણ આપણી કઈ એવી આદતો છે કે જે ખોટા ખર્ચામાં પરિણામે છે તે વિષે તો ચોકસ ધ્યાન આપવું જ પડે. કદાચ અર્થસાશ્ત્ર ના નિયમ મુજબ પૈસા જેમ વધુ વાપરીએ તેમ પૈસો વધુ ફરતો રે અને જે દેશ માટે વધુ સારું છે! પણ એ વાત પણ એક હકીકત છે કે પૈસાદાર વ્યક્તિ વધુ પૈસા કમાવાથી નહિ પણ વધુ પૈસા બચાવાથી બનાય છે ! અહી કંજૂસ બનવાની વાત નથી પણ ધારોકે કોઈ એક વ્યક્તિની  મહિનાની આવક પચાસ હજાર રૂપિયા હોય પણ એનો ખર્ચ એથી વધુ પહોંચી જતો હોય અને બીજા વ્યક્તિ કે જેનો પગાર પાંચ હજાર હોય પણ એ વ્યક્તિ બે હજાર બચાવી અને ત્રણ હજાર માં ખર્ચ મેનેજ કરે છે તો સ્વભાવિક રીતેજ પાંચ હજાર કમાતી વ્યક્તિ પાસે ભવિષ્ય માં જરૂર પડે કંઈક બેલેન્સ હશે જયારે પચાસ હજાર કમાતી ઉડાઉ વ્યક્તિ પાસે કહી નહિ હોય ! અરે જેટલું કમાતા હોય અને તેટલું વાપરતા હોય ત્યાં સુધી તો ઠીક પણ આપણી આજુબાજુ નજર કારસો તો એવા લોકો પણ છે કે જેનો ખર્ચ પોતાની આવક કરતા વધુ હોય અને એ ખર્ચા માટે લોન લઇ ને તેમને પુરા કરે છે !

અપણા ઇન્ડિયામાં પૈસા કેટલા જરૂરી છે એ થોડું સમજાવું પડે ! કોઈ પણ સરકારી કામ, મેડીકલ, એજ્યુકેશન  બધે જ પૈસા જ બોલાય છે ! અને જે લોકો કળા ક્ષેત્રમાં કે પ્રાઇવેટ ક્ષેત્રમાં છે તેમને સરકારી બાબુઓ જે પેન્સન પણ નથી મળવાનું અલબત સરકાર પણ હવે પેન્સનને ધીમે ધીમે દુર કરે છે. એટલે જયારે સારી ઇન્કમ હોય ત્યારે રેટાઈર થાય પછી ની આવક વિશે, મેડીકલ ખર્ચ વિશે તમારે પોતે જ વિચારવું પડશે, પોતે જ પૈસાનું આયોજન કરવું પડશે.

આજ વસ્તુ ને બોવ સારીરીતે સમજાવતી સૈફઅલીખાન અને રાનીમુખર્જી અભિનીત ‘તારા રમ પમ’ ફિલ્મ આવેલી કે જેમાં પ્રસિદ્ધ કર રેસર સૈફ પોતની તગડી ઇન્કમ ને બેફમાં ખર્ચે છે, આવક કરતા પણ વધુ ખર્ચા ને સંતોષવા લોન પર વસ્તુ લેવા લાગે છે અને જયારે અચાનક એક અકસ્માતના લીધે તે રેસ નથી કરી સકતો ત્યારે એને લોન પર લીધેલ બધી વસ્તુ વેચવા માટે મજબુર થવું પડે છે અને તેના ફેમીલી ને પણ એ તકલીફો ભોગવવા મજબુર થવું પડે છે !

માસ્ટર સ્ટ્રોક

એક એક પૈસો બચાવવો એટલે એક એક પૈસો કમાવવો – બેન્જામીન ફ્રેન્કલીન

Advertisements
This entry was posted on સપ્ટેમ્બર 12, 2012. Leave a comment

મારે કાલ થી રેગ્યુલર ‘એકસરસાઈઝ’ કરવી છે !

ટી.વી. પર ની એક સુગરફ્રી ની જાહેરાતમાં બિપાશાબસુ કહે છે “ફિટનેસ કે મામલે મેં હમ સોચતે બહોત હે, પર કરતે કુછ નહિ ! ટેઈક યોર ફર્સ્ટ સ્ટેઈપ ટુ ફિટનેસ, બસ લીફ્ટ કી જગહ સ્ટેઈરસ (સીડી/દાદરા) લીજીએ ઓર ચીની (ખાંડ) કી જગહ સુગરફ્રી”.

આજ કાલ ફિલ્મોમાં જોવા મળતા મસલ્સ બનાંવેલ, સિક્સ પેક એબ્સ વાળા, એકસરસાઈઝ દ્વારા ચુસ્ત ફીટ શરીર બનાવેલા, સલમાન ખાન, રિતિક રોશન, સંજય દત જેવા કલાકારોના પ્રભાવે આજ કાલ ના યુવાનોમાં પણ જિમમાં જવાનો, એકસરસાઈઝ કરવાનો અને ‘બોડી’ બનાવવ નો ચસ્કો લાગ્યો છે.

કસરત કરવાથી શરીર ચુસ્ત બને છે, મગજ રીફ્રેશ થાય છે, બીમારીઓ થી દુર રાખે છે, રોજ વીસ મિનીટ તો ચાલવું જ જોઈએ, ગમતી રમત રમવી જોઈ એ વગેરે જેવી અનેક સલાહો આપણે રોજ વાચીએ, સાંભળીએ અને જાણીએ પણ છીએ જ. પણ આજે અહી એ કોઈ ચર્ચ કરવી નથી. એ વાત પણ નથી કરવી કે યોગા સારા કે જીમ સારું કે એરોબીક્સ સારું. પણ આજે અહી વાત કરવી છે એ બાબત પર કે તમને કસરત કરવાની પૂરી ઈચ્છા છે, બોડી પણ બાવની જ છે, જિમમાં કે યોગા માં જવા માટેના પૈસા પણ છે, છતાં પણ રોજ નકી કરાય છે કે કાલથી રોજ કસરત કરવી જ છે, રેગ્યુલર જીમ માં જવું જ છે પણ ‘રેગ્યુલર’ બની નથી શ કાતું. વધી ને પાંચ દિવસ, એક અઠવાડિયું કે દસ દિવસ તો માંદ રેગ્યુલર જવાય છે અને પછી કોઈ ને કોઈ કારણ (જેવા કે ઉઠાતું નથી, ઓફીસ/કોલેજ એ બોવ મોડું થાય જાય છે વગેરે) ને લીધે પાછા જૈસે થે ! તો આવું કેમ થાય છે અને આ વસ્તુ ને ટાળવા માટે શું કરી શકાય ? તો ચાલે એમાટે થોડા મુદાઓ ને જોઈએ.

પેલા આદત કેળવો – સૌપ્રથમ તો ફીટનેસ બનવા માટે કે કોઈ પણ વસ્તુ માં સફળતા મેળવવા માટે, એ માટે જરૂરી કામની ‘આદત’ કેળવવી પડે એટલે સૌથી પેલા કસરત કરવાની આદત કેળવો. જિમના એક એક્ષ્પર્ટ કોચ ના કહેવા મુજબ એક વખત કમ સે કમ ત્રીસ દિવસ, ગમે તેમ કરી ને રેગુલર એક પણ દિવસ પડ્યા વગર કસરત કરવામાં આવે તો એ ત્રીસ દિવસ પછી રેગુલર થવાના ચાન્સ વધી જાય છે ! કસરત કરવાનું ચાલુ કરવું છે એવું નકી કાર્ય પછી જેટલું પેલા ત્રીસ દિવસ રેગ્યુલર થવું અઘરું છે તેટલું એના પછી નથી. ભલે તમે માત્ર વીસ મિનીટ જ કસરત કરો તો પણ વાંધો નહિ, શરુઆત ના એક મહિના ના તબક્કામાં કઈ કસરત કરવી છે, કસરત ની ઈફેક્ટ આવશે કે નહિ કે એ બધું ભૂલી માત્ર રેગુલર જ થવું છે એ જ ધ્યેય રાખો.

કસરતને એન્જોય કરો અને ‘રીઝલ્ટ’ ને ભૂલી જાવ. આપણે કસરત એટલા માટે કરવી છે કે આપણને મજા આવે, આપણે કસરત આપણા માટે કરવી છે નહિ કે કોઈ ને દેખડી દેવા માટે! ચોકસ આપણે કસરત એટલા માટે જ કરવી છે કે આપણે એક ચુસ્ત અને હેલ્ધી શરીર બનાવું છે, પણ એ સમય માગતી ટાઇમ લેતી ઘટના છે એ કોઈ એક બે દિવસ કે એક બે મહિનામાં પરિણામ નથી પણ આપતી. વ્યક્તિ ની શરીર રચના અને તાસીર મુજબ કોઈ ને રીઝલ્ટ દેખાતા વધુ સમય લાગે તો કોઈ ને ઓછો, એટલે કસરત કરી ને ફિટનેસ બનવા માટે છ મહીના જેટલો સમય પણ લાગી સકે છે એટલે એક વાત તો ચોકસ છે કે છ મહિના પછી મળતું રીઝલટ જોવા માટે પેલા છ મહિના રેગ્યુલર તો જવું પડે ને !

ટાઈમિંગ, કસરત કરવા માટેનો સમય વહેલી સવારે ઉઠી ને ઓથવાતો કોલેજ/ઓફીસ થી છુંટી ને સાંજ નો સમય  વધુ અનુકુળ ગણી શકાય. એમાં પણ ધારોકે તમે ૮ થી ૯ વગ્યો નો સમય નકી કર્યો હોય પણ તમે જો સવારે ઉઠવામાં મોડા પડ્યા અને તમારે ૯.૩૦ તો ઓફીસ જવાનું છે તો ? સાંજે ઓફિસે વધુ કામ હોય અને મોડા છૂટ્યા ઓફીસથી તો ? એટલે કોઈ કેઈસ માં આવું થાય તો પણ માત્ર વીસ મિનીટ માટે પણ કસરત કરવી પણ પાડવી નહિ. જીમ ઘર થી બહુ દુર ના હોય તે પણ જરૂરી છે તેમ જ એક શક્યતા એવી પણ થી શકે કે જિમ માં જવાને બદલે પ્રાથમિક સંધનો ઘરે જ વસાવી જો ક્યરેક જીમ માં જવાનો સમય ચૂકાય જાય તો પણ ઘરે કસરત થઇ સકે, એજ રીતે બારે વોકિંગ માં ના જી શકાય તો અગાસી પર પણ વોકિંગ થઇ જ સકે !

તમે જે દિવસે કસરત કરો છો તે દિવસ પર, ઘરના દીવાલ પરના ‘કેલેન્ડર’ માં ‘X’ ની નિશાની કરતા જાવ અને રોજ જોતા જાવ એટલે તમને ખ્યાલ આવશે કે તમે કેટલા ‘રેગ્યુલર’ થાય છો !

ઘણા લોકો પોતાની આ વાત, જીમ કે એરોબીક્સમાં જે જગ્યાએ જતા હોય ત્યાના જે તે કોચ ને કહે છે અને વળી તે લોકો પાછા એવી સલાહ આપે છે કે એક વરસ ની ફી સાથે ભરી દો એટલે તમે રેગ્યુલર આવવા લાગસો ! આવી ભૂલ જરા પણ ના કરવી, એથી કોઈ વાત ની ગેરેંટી નથી કે તમે ‘રેગ્યુલર’ થઇ જાસો પણ એ વાતની શક્યતા છે કે તમારા એક વરસના પૈસા જાય !

આ ઉપરાંત એક એવું પણ સર્વેક્ષણ છે કે સોમવારે તો ક્યારેય કસરત ચૂકવી નહિ. સાઈકોલોજીકલી અઠવાડિયા ના પેલા જ દિવસે કસરત કરવી એ પુરા અઠવાડિયામાંટે રેગ્યુલર થવાની એક પેટર્ન બનાવે છે એજ રીતે દિવસમાં સઉથી પેલા સવરે કસરત કરવી પણ આખા દિવસ માં એક વસ્તુ તો પૂરી કર્યાનો આનંદ અપાવે છે.

સવરે કદાચ ભલે તમને ઉઠવાની ઈચ્છા ના થાય તો પણ ગમે તેમ કરી ને એક વખત પથારીમાંથી ઉભા થઇ, કસરત માટે બેગ, પાણી ની બોટલ કે જરૂરી વસ્તુ તૈયાર કરી ગમે તેમ કરી તમે જીમ પર એક વાર પહોચી જાવ અને પછી કઈ નહી તો એટલીસ્ટ વીસ મિનીટ ની વોકિંગ કસરત કરો પણ જીમ ની આદત પાડો !

માસ્ટર સ્ટ્રોક

“ તમારી માન્યતાઓ, તમારા વિચાર બને છે,

તમારા વિચાર, તમારા શબ્દો બને છે,
તમાર શબ્દો, તમારું વર્તન બને છે,
તમારું વર્તન, તમારી આદત બને છે,
તમારી આદત, તમારા મુલ્યો બને છે,
અને તમારા મુલ્યો, તમારું નસીબ બને છે ! “

– મહાત્મા ગાંધી

***

This entry was posted on સપ્ટેમ્બર 6, 2012. Leave a comment

બોલીવૂડ શિક્ષકો – ‘શેખર’ થી લઇ ને ‘રામ શંકર નિકુંભ’ સુધી !

ક્યારેક સખ્ત તો ક્યારેક રમુજી, બોલીવૂડ ફિલ્મો માં શિક્ષકો તરીકે ઘણા પત્રો આવેલા છે. આજે ૫ સપટેમ્બર ૨૦૧૨, શિક્ષકદીને વાત કરીએ હિન્દી ફિલ્મોમાં આવેલ શિક્ષકો ના પાત્રોની કે જે પાત્રએ ફિલ્માં એક શિક્ષક તરીકે કઈક નવીન વાત કરી હોય.

શેખર :

ઈ.સ. ૧૯૫૪ માં આવેલી, સત્યન બોસ દ્વારા નિર્દેશિત કરેલી ફિલ્મ ‘જાગ્રતિ’ માં બંગાળી કલાકાર અભી ભટાચાર્યએ બોર્ડીંગ સ્કુલમાં ભણાવતા શેખર નામનાં એક શિક્ષક નું પાત્ર ભજવ્યું હતું. જેમાં શેખર એક વધુ પડતા લાડ-પ્રેમથી બગડેલા બોર્ડીંગ સ્કુલના વિદ્યાર્થી અજય ને એક સારી વ્યક્તિ બનવા બદલાવ લાવે છે.

નારાયણ શંકર / દેવરાજ સહાય / પ્રભાકર આનંદ :

અમિતાભ બચ્ચને કદાચ સૌથી વધુ પત્રો શિક્ષક તરીકે નીભાવેલા હશે. મોહબતે ફિલ્મનો, ગુરુકુળના પ્રિન્સીપાલ તરીકે બતાવેલો, સખ્ત અને કઠોર નારાયણ શંકર હોય કે પછી બ્લેક ફિલ્મમાં એક મુક, બધીર અને અંધ છોકરી ને નવી જિંદગી આપતો અને પાગલ જેવો લાગતો અને દારૂ પી ને પોતાની જાત ભળી જતો દેવરાજ સહાય હોય કે પછી પોતાના મુલ્યો અને પોતાના ચરિત્રો ને બદલ્યા વગર શિક્ષણ પદ્ધતિમાં બદલાવ લાવવા માટે લડતો એક કોલેજ નો પ્રિન્સીપાલ પ્રભાકર આનંદ હોય, અમિતાભ બચને ઘણી ફિલ્મોમાં શિક્ષકની ભૂમિકા ભજવી છે.
રાજ આર્યન :

મોહબતે ફિલ્મમાં અમિતાભ બચને નારયણ શંકર તરીકે એક કઠોર પ્રિન્સીપાલનું પાત્ર ભજવ્યું છે તો એજ ફિલ્મમાં સંગીત શિક્ષક તરીકે ગુરુકુળમાં આવતો, પોતે જયારે એજ ગુરુકુળ નો વિદ્યાર્થી હતો ત્યારે નારયણ શંકરે પોતાની દીકરી સાથે પ્રેમ કરવા બદલ અને ગુરુકુળની પરંપરા તોડવા બદલ કાઢી મુકેલો, એજ રાજ આર્યનને, તેની સામેજ લડી ગુરુકુળ નિયમોને તોડી પરમ્પરા બદલાવતો અને વિદ્યાર્થીઓને પ્રેમ અને જિંદગી વિશે સંગીત દ્વારા શીખવતો રાજ આર્યનનું પાત્ર શાહરુખ ખાનએ ભજવેલ છે.
ચાંદની ચોપરા :

આજ શાહરુખખાન  ‘મેં હુના’ ફિલ્મમાં કોલેજના સ્ટુડન્ટ તરીકે જાય છે ત્યારે એજ કોલેજ માં કેમિસ્ટ્રી વિષય ભણાવતી, સારીમાં સજ્જ એવી ‘હોટ’ શિક્ષક, ચાંદની ચોપરા, જેનું પાત્ર સુસ્મિતા સેનએ ભજવેલ છે, તે જયારે કોલેજમાં એન્ટર થાય છે ત્યારે વિદ્યાર્થી તરીકે બતાવેલા શાહરૂખખાનના દિલમાં ગીટાર વાગવા લાગે છે.

વીરુ સહસ્ત્રબુદ્ધે / ડૉ.અસ્થાના :

આપણી  ખોખલી શિક્ષણ પદ્ધતિને પડકારતી અદભુત ફિલ્મ ‘૩ ઇડીઅટ્સ’ માં એન્જીનારીંગ કોલેજમાં પ્રોફેસર, વીરુ સહસ્ત્રબુદ્ધે, તરીકે બતાવેલ જયારે એજ નિર્દેશકની ફિલ્મ મુન્ના ભાઈ એમ.બી.બી.એસ માં મેડીકલ કોલેજના ‘ડીન’, ડૉ.અસ્થાના તરીકે આવેલ.

રામ શંકર નીકુમ્ભ :

બોલીવુડમાં મિસ્ટર પરફેક્ટ તરીકે ઓળખાતા આમીરખાને ‘તારે જમીન પર’ ફિલ્મમાં ચિત્રકામ શીખવતા એક રમુજી, પ્રેમાળ અને લાગણીશીલ શિક્ષક, રામ શંકર નીકુભનું પાત્ર તો લાંબા સમય સુધી યાદ રહે તેવું છે. ફિલ્મમાં તેણે એક ‘ડિસ્લેક્સિયા’ નામના રોગથી પીડાતા વિદ્યાર્થી ઇશાન ને નવી પદ્ધતિઓથી અભ્યાસ શીખવતો બતાવાયો છે.

અમર વર્મા / મોહિત :

મહેશ ભટ્ટ નિર્દેશિત આવેલી ફિલ્મ ‘સર’ માં નશરૂદીનશાહે, અમર વર્મા તરીકે, એક શિક્ષક કરતા વધુ મિત્ર હોય તેવા શિક્ષક નું પાત્ર ભજવેલ. જેમાં તેને બોલવામાં તકલીફ અનુભવતી અને શરમાળ સ્ટુડન્ટમાં કોન્ફીડન્સ અપાવતા ‘સર’ તરીકે બતાવેલ. એજ નશરૂદીનશાહે ઇકબાલ નામની, ઓછી જાણીતી અને વધુ સારી, ફિલ્મમાં મોહિત નામના એક અસફળ ક્રિકેટરનું પાત્ર ભજવેલ. જે ફિલ્માંમાં એક મુક-બધીર છોકરાનો શિક્ષક બની તેને ક્રિકેટર બનવા ટ્રેઈન કરે છે.

રાહુલ ઉદયાવર :

પાઠશાલા નામની ઓછી સફળ નીવડેલી ફિલ્મમાં શહીદકપૂર એ, શિક્ષણના થતા જતા ‘કોમરશીય્લાઈઝેશન’ (જે આજની આપણી સેલ્ફ ફાઈનાન્સ કોલેજો માં જોવા મળે છે!) ની વિરુધ લડતા એક યુવાન શીક્ષક, રાહુલ ઉદયાવરનું પત્ર ભજવેલ.

આ ઉપરાંત ઘણા એવા બોલીવુડ ફિલ્મોના યાદગાર પાત્રો છે જેમાં એક શિક્ષકના પત્ર તરીકે પ્રખ્યાત થયા હોય, જેમ કે, સિમી ગ્રેવાલ એ  મેરા નામ જોકરમાં એક ટીન  એજ છોકરા રાજુ (રિશી કપૂર) ને જે શિક્ષિકા પ્રત્યે આકર્ષણ થાય છે તે મિસ મેરી નું પાત્ર, પરિચય ફિલ્મમાં પિતા વગરના પાંચ બાળકોને, પ્રેમ અને લાગણીથી,  સુધારવા નીકળેલા રવિ ને જીતેન્દ્રએ ભજવેલ પાત્ર કે પછી નાગેશ કુકુનૂરએ એક પી.ટી. શિક્ષક તરીકે ભજવેલ જોહની મેથ્યુસ નું પાત્ર !

 

માસ્ટર સ્ટ્રોક

“જિંદગી એ મારી સૌથી પ્રિય શિક્ષક છે!” – સુસ્મિતા સેન

 

***

‘પ્રવાસ’ – વ્યસ્ત જીવનશૈલી માં એક અગત્યનો ભાગ !

આપણી જીવનશૈલી – લાઇફસ્ટાઈલ એટલી બધી ઝડપી થઇ ગઈ છે કે કોઈ પાસે નિરાતે શ્વાસ લેવાનો પણ સમય નથી.

કોલેજ માં અભ્યાસ કરતો યુવાન હોય કે નોકરી કરતી કોઈ વ્યક્તિ હોય કે પછી ઘરનું કામ કાજ કરતી ગૃહિણી  હોય, બધા પાસે એક ‘કોમન’ શબ્દ સાંભળતાજ હસો – “સમય ક્યાં વાયો જાય છે ખબર નથી પડતી ! ” .

વ્યસ્ત જીવનશૈલી માં માણસ મશીન ની જેમ કામ કરે છે અને જાણે તે પોતાની જિંદગી ના મુલ્યો વિશે વિચારવાનું કે પોતાની જાત નું આત્મમંથન કરવાનું ભૂલી જ ગયો છે અલબત એમ કહી શકાય કે એ માટે તેની પાસે સમય નથી !

આ પરિસ્થિતિ માં પ્રવાસ એ જીવનનો એક જરૂરી ભાગ છે, એક એવો સમયગાળો છે કે જયારે આપણે આપણી રોજીંદી ચુસ્ત જીવનશૈલી, આપણા તણાવ ભરેલા કામ કાજ અને આપણી જવાબદારી માંથી મુક્ત હોઈએ  !

જોકે ઘણા લોકો એવા પણ હોય છે કે તે પ્રવાસ માં પણ મોબાઈલ, લેપટોપ, ઈન્ટરનેટ જેવા પ્રસાધનો માં જ ડૂબેલા હોય છે. આ પ્રકાર ના લોકો પ્રવાસ ની સાચી ખુશી – મજા નો આનંદ નથી લઇ શકતા.

કદાચ કોઈ બીઝનેસમેન કે કોઈ સંસ્થાની મોટી જવાબદારી સાથે કામ કરતી વ્યક્તિ માટે એ પ્રસાધનો પોતાની સંસ્થા સાથે ‘કોન્ટેક્ટ’ માં રહેવા જરૂરી પણ હોય પણ અહી વિરોધ એવા લોકો નો છે કે જે નવી જગ્યાએ, નવા વાતાવરણ માં એજ રીતે હોય છે, એજ કરતા હોય છે જે એ રોજીંદા જીવન માં કરતા હોય !

એક સાયકોલોજીકલ વાત એવી પણ કહેવાય છે કે માણસ જયારે કોઈ પ્રશ્ન નો ઉકેલ ના લાવી સકતો હોય અને પોતે તેમાં ગુચવાય ગયો હોય, કોઈ એવો પ્રોબ્લેમ હોય કે જે એના દિલો દિમાગ નું ઘર કરી ગયો હોય તો એને થોડા સમય માટે એ સમસ્યા નો સંપૂર્ણ વિચાર બંધ કરી તેને થોડા સમય માટે ભૂલી જવી જોઈ એ ! કદાચ પ્રવાસ પણ એ વસ્તુ ને ભૂલી જઈ એક નવી દુનિયા જાણવા માણવા માટેનો સમયગાળો છે. કદાચ એ પ્રવાસ ની પુરેપુરી મજા લઇ, એને પુરેપુરો માણી તમે પાછા કામકાજ માં આવસો ત્યારે શક્યતા છે કે અચાનક જ તમે એ પ્રશ્ન ને ઉકેલી નાખો !

આ એક હકીકત છે કે વ્યક્તિ પ્રવાસ થી રિફ્રેશ થઇ જાય છે અને રીફ્રેશ્મેનટ એ કામ માં વ્યસ્ત દરેક  વ્યક્તિ માટે જરૂરી છે. અરે માશીન પણ સરખું કામ ના કરતુ હોય તો તેને પણ થોડીવાર બંધ કરી, પાછુ સ્ટાર્ટ કરી ‘રીફ્રેશ’ કરવાની સલાહ આપવામાં આવે છે !

આ ઉપરાંત આપણને નવા જ લોકો ની જીવનશૈલી, નવા રીત રીવાજો, નવી પરિસ્થિતિ, નવું વાતાવરણ જોવા મળે છે. જેમ કે ઉદાહરણ તારી કે ગુજરાત ની કોઈ વ્યક્તિ, હિમાચલ પ્રદેશ માં ફરવા જાય છે તો એ વ્યક્તિ ને ખ્યાલ આવશે કે કોઈ એવી જગ્યા પણ છે કે જ્યાં પર્યટન સિવાય કોઈ જ બીસનેસ કે ઇન્ડસ્ટ્રી નથી અને એવા લોકો પણ છે કે જેમની પાસે ભણવા માટે જુજ શાળા-કોલેજ ના વિકલ્પ છે. એક એવું વાતાવરણ પણ છે કે જ્યાં એ.સી તો શું પંખા ની પણ જરૂર નથી !

આજ કાલ કદાચ એટલેજ, સાતમ-આઠમ કે દિવાળી જેવા કોઈ તહેવાર ની રજાઓ આવે એટલે અખબારો માં ગોવા, મહાબળેશ્વર, કેરલા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન જેવા પર્યટન સ્થળો એ ફરવા માટે ના ત્રણ-ચાર દિવસ થી લઇ ને દસ-બાર દિવસ સુધીના પેકેજ ની જાહેરાતો આવા લાગે છે. હવે તો સિંગાપોર, મલેશિયા અને બેન્ગ્કોંગ જેવા વિદેશી પ્રવાસો પણ આ હરોળ માં આવી ગયા છે !

જોકે ગુજરાત ના લોકો મોટે ભાગે પ્રવાસ ની વાત નીકળે એટલે હજી પણ ધાર્મિક સ્થળો સિવાય ‘માત્ર’ ફરવાના સ્થળે જતા નથી સિવાય કે ‘હનીમુન’ માં જતા હોય ! ‘યાત્રા’ કરતા ‘જાત્રા’ વધુ જોવા મળે છે ! કોઈ નવી જગ્યા એ જતા હોય તો ત્યાં ની કોઈ નવી વાનગી ને ટ્રાય કરવાને બદલે ત્યાં પણ તેઓ એ જ ગુજરાતી સ્વાદ ગોતતા હોય છે અથવા તો ઘરે થી જ પેકિંગ કરી ને નાસ્તો લઇ જતા હોય છે અલબત હવે તો એવા ટુર પેકજો ને વધુ ડીમાંડ છે જેમાં ગુજરાતી રસોયો સાથે હોય !

પ્રવાસ દુર નો હોય કે નજીક નો, ધાર્મિક સ્થળે હોય કે ફરવાનું સ્થળ, દેશ માં હોય કે વિદેશ માં, ટ્રેનમાં હોયે કે બસમાં કે પછી પ્લેન માં કે પછી કાર માં, એ ગાળા દરમિયાન તમે બધી જવાબદારીઓ થી મુક્ત હોવા જોઈએ અને ખાસ જો તમે બીજા રાજ્ય માં જતા હો તો એ નવી જગ્યાએ કોઈ પણ રીતે ‘અનુકુળ’ થવા ની માનસિક તૈયારી સાથે જવું જોઈ એ અને તમે પાછા આવો ત્યારે ‘રીફ્રેશ’ થઇ ને આવો નહિ કે થાકી ને !

ઘણા લોકો તો કઈ જગ્યા એ જવું એ જ નકી નથી કરી સકતા અને તેમને મળેલો ફરવાનો સમય ગુમાવી દે છે. એટલે વધુ વિચાર કર્યા વગર, જગ્યા કઈ સારી અને કઈ ખરાબ એનું જાજુ વિચાર્યા વગર નીકળી પડવું જોઈ એ ! તો તમે પણ તમારા કામ કાજ, તમારી જવાબદારી માંથી થડો સમય કાઢી નીકળી જાવ નવી જગ્યા માણવા અને એમાં પણ જો સાથે સરસ મજાની કંપની હોય તો સોના માં સુગંધ !! 😉

 

માસ્ટર સ્ટ્રોક

“To travel is to take a journey into yourself.” — Danny Kaye

(પ્રવાસ એ તમારી જાતને તમારી પોતાની સાથે મડાવતી યાત્રા છે!)

***