‘એ.કે.હંગલ’ અને ‘ઝોંગ-ક્વિંગ-હો’ પૈસાનું મહત્વ સમજાવતા બે સિનીયર સિટીઝન્સ !

“ઇતના સન્નાટા ક્યે હે ભાઈ…!” ફેઈમ, શોલે ફિલ્મના અબ્બુ, અવતાર ક્રિષ્ન હંગલ ઉર્ફે એ.કે. હંગલ. અત્યારના પાકિસ્તાનમાં આવેલા અને આઝાદી પૂર્વેના ભારતના સીઆલકોટમાં જન્મેલા એ.કે.હંગલ, પોતાની જુવાનીના સમયમાં આઝાદીની લડાઈ માટે લડેલા અને ત્યારબાદ પચાસ વર્ષની ઉમરે પોતાની પ્રથમ ફિલ્મ ‘તીસરી કસમ’ થી બોલીવૂડમાં પ્રવેશ કરેલ. તેમણે લગભગ ૨૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કરેલ અને ૨૦૦૬ ની સાલમાં ભારત સરકારે તેમને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરેલ.

કામ કરવા માટે ઉમરને ક્યારેય બાધ ન ગણતા હંગલ સાહેબે ૯૬ વર્ષની ઉમરએ પણ ફેશનશોમાં ડીઝાઈનર રીયાઝ ગનજી સાથે વ્હિલ્ચેઇરમાં ‘વોલ્ક’ કરેલ. ‘કૃષ્ણ ઔર કંશ’ નામની કાર્ટુન એનીમેશન ફિલ્મમાં પોતાનો અવાજ પણ આપેલ.

પરંતુ અહી આશ્ચર્યની વાત એ છે કે આટલા પ્રસિદ્ધ હંગલ સાહેબ કે જેણે પચાસ વર્ષ સુધી બોલીવુડમાં કામ કર્યું હતું તેઓ ૨૦૦૭ ની સાલથી એકદમ ખરાબ પરિસ્થિતિમાં જીવતા હતા. પોતાના ૭૫ વર્ષના પુત્ર વિજય કે જેઓ ફિલ્મઇન્ડસ્ટ્રીમાં ફોટોગ્રાફર છે તે પણ પોતાના કમર ના પ્રોબ્લેમ ને લીધે કામમાં થી નિવૃત છે. હંગલ સાહેબ અને તેમના પુત્ર વિજય બનેના પતનની અવસાન પામેલા હોય બને એકલા રહેતા હતા અને અત્યંત ખરાબ નાણાકીય પરિસ્થિતિ અને શારીરિક તકલીફનો સામનો કરી રહ્યા હતા. ઓગસ્ટ ૨૦૧૨ માં અવસાન પામેલા હંગલ સાહેબ અનેક રોગો થી પીડાતા હતા અને તેમની પાસે દવાખાના નાં ખર્ચા માટેના પૈસા પણ ન હતા!
હંગલ સાહેબ ને તેની આર્થીક પરિસ્થિતિમાં તેમની સારવારમાં મદદ કરવા માટે મહારષ્ટ્રનાં મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ એ પચાસ હાજર રૂપિયાની મદદ કરી હતી. જયા ભાદુરી (જયા બચ્ચન) ને પણ જ્યારે આ પરિસ્થિતિ ની જાણ થઇ ત્યારે તેઓ પણ મદદ માં આવી ગયા હતા.  આ ઉપરાંત મિથુન ચક્રવતી, સલમાનખાન, અમિતાભ બચ્ચન, રમેશ સિપ્પી સહીત અનેક ફિલ્મી હસ્તીઓ મદદે આવી હતી.

અહી એ.કે. હંગલની જીંદગીમાં એમના પુત્ર પણ સહેજ હતા એટલે દીકરો વૃદ્ધ માં-બાપ ની સાથે નોતો કે એવી કોઈ બાબત નથી, સમજે પણ મદદ નથી કરી એવું પણ નથી, તો પછી અહી પરિસ્થિતિ માટે કઈ વસ્તુ જવાબદાર હતી ? પૈસા, રૂપિયા !  ફરી એક વખત હંગલ સાહેબના છેલા દિવસો ની પરિસ્થિતિ અને તેમના અવસાને એ વસ્તુ સમાજ સમે લાવી કે, વ્યક્તિ જો પોતાના સારા સમયમાં પૈસાની બચત, પૈસાનું આયોજન ન કરે તો એના ખરાબ દિવસો માં કપરી પરીસ્થીતી ભોગવવા નો સમય પણ આવી શકે!

એ.કે. હંગલ ના અવસાનના સમાચાર જયારે અખબારોમાં આવતા થયા તેજ સમયગાળા દરમિયાન એક બીજા સીનીઅર સીટીઝન ચીન ના અખબારોમાં ચર્ચામાં આવ્યા એ છે ‘ઝોંગ ક્વિંગ હો’. ચીનમાં ‘વહાહા’ નામનું કોલડ્રીન્કસ બનવાતી કમ્પની ના માલિક – ઝોંગ. ચીનના પ્રથમ નંબરના સૌથી વધુ પૈસાદાર અને વિશ્વના ૨૩મા નંબરના પૈસાદાર વ્યક્તિ તરીકે જાહેર થયા. ૬૫ વર્ષની ઉમર ના ઝોંગ પાસે ૨૧.૬ બિલિયન એટલેકે ૨૧.૬ અબજ (૧ અબજ = ૧૦૦ કરોડ) ની સંપતી છે અને તેમનો આખા દિવસનો ખર્ચ માત્ર ૨૦ ડોલર એટલેકે એક હજાર રૂપિયા છે !

સ્કુલની સ્ટેશનરીની દુકાનના વેપારીમાંથી એક કોલડ્રીન્કસ બનાવતી કંપનીના માલિક બન્યા છે. તેમના કર્મચારિયો ના કહેવા મુજબ તેઓ ઓફીસમાં થતા નાના માં નાના ખર્ચો નો હિસાબ માંગતા, એક ઝાડું લીધું હોય તો તેનો પણ હિસાબ માંગતા!

ભલે આપણે કદાચ ઝોંગની જેમ એક એક વસ્તુ નો હિસાબ રાખતા ના થઇ એ પણ આપણી કઈ એવી આદતો છે કે જે ખોટા ખર્ચામાં પરિણામે છે તે વિષે તો ચોકસ ધ્યાન આપવું જ પડે. કદાચ અર્થસાશ્ત્ર ના નિયમ મુજબ પૈસા જેમ વધુ વાપરીએ તેમ પૈસો વધુ ફરતો રે અને જે દેશ માટે વધુ સારું છે! પણ એ વાત પણ એક હકીકત છે કે પૈસાદાર વ્યક્તિ વધુ પૈસા કમાવાથી નહિ પણ વધુ પૈસા બચાવાથી બનાય છે ! અહી કંજૂસ બનવાની વાત નથી પણ ધારોકે કોઈ એક વ્યક્તિની  મહિનાની આવક પચાસ હજાર રૂપિયા હોય પણ એનો ખર્ચ એથી વધુ પહોંચી જતો હોય અને બીજા વ્યક્તિ કે જેનો પગાર પાંચ હજાર હોય પણ એ વ્યક્તિ બે હજાર બચાવી અને ત્રણ હજાર માં ખર્ચ મેનેજ કરે છે તો સ્વભાવિક રીતેજ પાંચ હજાર કમાતી વ્યક્તિ પાસે ભવિષ્ય માં જરૂર પડે કંઈક બેલેન્સ હશે જયારે પચાસ હજાર કમાતી ઉડાઉ વ્યક્તિ પાસે કહી નહિ હોય ! અરે જેટલું કમાતા હોય અને તેટલું વાપરતા હોય ત્યાં સુધી તો ઠીક પણ આપણી આજુબાજુ નજર કારસો તો એવા લોકો પણ છે કે જેનો ખર્ચ પોતાની આવક કરતા વધુ હોય અને એ ખર્ચા માટે લોન લઇ ને તેમને પુરા કરે છે !

અપણા ઇન્ડિયામાં પૈસા કેટલા જરૂરી છે એ થોડું સમજાવું પડે ! કોઈ પણ સરકારી કામ, મેડીકલ, એજ્યુકેશન  બધે જ પૈસા જ બોલાય છે ! અને જે લોકો કળા ક્ષેત્રમાં કે પ્રાઇવેટ ક્ષેત્રમાં છે તેમને સરકારી બાબુઓ જે પેન્સન પણ નથી મળવાનું અલબત સરકાર પણ હવે પેન્સનને ધીમે ધીમે દુર કરે છે. એટલે જયારે સારી ઇન્કમ હોય ત્યારે રેટાઈર થાય પછી ની આવક વિશે, મેડીકલ ખર્ચ વિશે તમારે પોતે જ વિચારવું પડશે, પોતે જ પૈસાનું આયોજન કરવું પડશે.

આજ વસ્તુ ને બોવ સારીરીતે સમજાવતી સૈફઅલીખાન અને રાનીમુખર્જી અભિનીત ‘તારા રમ પમ’ ફિલ્મ આવેલી કે જેમાં પ્રસિદ્ધ કર રેસર સૈફ પોતની તગડી ઇન્કમ ને બેફમાં ખર્ચે છે, આવક કરતા પણ વધુ ખર્ચા ને સંતોષવા લોન પર વસ્તુ લેવા લાગે છે અને જયારે અચાનક એક અકસ્માતના લીધે તે રેસ નથી કરી સકતો ત્યારે એને લોન પર લીધેલ બધી વસ્તુ વેચવા માટે મજબુર થવું પડે છે અને તેના ફેમીલી ને પણ એ તકલીફો ભોગવવા મજબુર થવું પડે છે !

માસ્ટર સ્ટ્રોક

એક એક પૈસો બચાવવો એટલે એક એક પૈસો કમાવવો – બેન્જામીન ફ્રેન્કલીન

This entry was posted on સપ્ટેમ્બર 12, 2012. Leave a comment